OUR GUJARAT YOJANA BLOG

વ્હાલી દીકરી યોજના

વ્હાલી દીકરી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ ધ્વારા સંચાલિત છે. વ્હાલી દીકરી યોજના દ્વારા કુલ ત્રણ હપ્તા માં લાભાર્થી ને કુલ રકમ 1,10,000 ની સહાય આપવામાં આવે છે. અને દીકરી ના જન્મ દર માં વધારા ને પ્રોત્સાહન આપવામાં આવે છે.ગુજરાત તેમજ રાજ્ય સરકાર દ્વારા આવી અનેક યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેનો લાભ દીકરીઓ ને થતો હોય છે. દીકરી ના લગ્ન સમયે પણ “કૂવારબાઈ નું મામેરું યોજના” દ્વારા દીકરી ના લગ્ન સમયે મદદ કરવામાં આવે છે.તેવીજ રીતે ચાલુ અભ્યાસ દરમ્યાન વિવિધ સ્કોરશીપ ની સહાય આપવામાં આવે છે 

                           યોજના નો હેતુ

 

વ્હાલી દીકરી યોજના ચાલુ કરવા પાછળ નો સરકારના હેતુઓ નીચે પ્રમાણે છે.

દીકરી ના જન્મદર માં વધારો કરવો

દીકરીઑ ના શિક્ષણ માં પ્રોત્સાહન આપવું અને વધારો કરવો

દીકરી નું સમાજ માં સશક્તિકરણ કરવું

બાળ વિવાહ અટકાવવા

કેટલી સહાય મળસે

હપ્તોવિગત
પ્રથમ હપ્તો રૂપિયા 4000દીકરી જ્યારે પ્રથમ ધોરણ માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તા પેઠે રૂપિયા 4000 સહાય મળશે.
બીજો હપ્તો રૂપિયા 6000દીકરી જ્યારે ધોરણ-9 માં પ્રવેશ મેળવે ત્યારે બીજા હપ્તા પેઠે રૂપિયા 6000 સહાય મળશે.
ત્રીજો અને છેલ્લો હપ્તો રૂપિયા 100000

અંતિમ હપ્તા પેઠે દીકરી જ્યારે 18 વર્ષ ની થાય ત્યારે શિક્ષણ અથવા લગ્ન સહાય રૂપે કુલ 100000 રૂપિયા સહાય મળસે

નોંધ = દીકરી ના બાલ લગ્ન થયેલ ન  હોવા જોઈએ 

 

કોણ લાભ મેળવી શકે

 

  1. લાભાર્થી દીકરી ભારત ની નાગરિક હોવી જોઈએ
  2.  દીકરી ના જન્મ ના એક વર્ષ ની અંદર ના સમય માં ફોર્મ ભરવા નું રહેશે
  3. લાભાર્થી દીકરી નો જન્મ 02/08/2023 ના રોજ અથવા ત્યાર બાદ થયેલ હોવો જોઈએ
  4. દંપતીના પ્રથમ ત્રણ સંતાનો માં તમામ દીકરીઓ ને લાભ મળસે
  5. માતા પિતા ની સયુક્ત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
  6. (નોંધ – આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે એક સરખી છે)
  7. જે દીકરીઓ ને માતાપિતા હયાત નથી એવી દીકરીઓ ને  દાદા દાદી અથવા ભાઈ બહેન ને ગાર્ડીયન તરીકે ફોર્મ ભરી શકે છે
  8. બાલલગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006 મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતી આ યોજના નો લાભ લઈ શકે છે.

 

આ યોજના માં ફોર્મ ભરવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ

 

  1. માતા પિતા નું આધાર કાર્ડ
  2. દીકરી નું આધાર કાર્ડ ( જો હોય તો )
  3. માતાપિતા નું જન્મ પ્રમાણ પત્ર
  4. દીકરી નું જન્મ નું પ્રમાણ પત્ર
  5. દંપતીના હયાત તમામ બાળકો ના જન્મના પ્રમાણપત્ર
  6. આવક નો દાખલો
  7. લાભાર્થી દીકરી ના માતા પિતા લગ્ન નું પ્રમાણપત્ર
  8. સ્વ ઘોષણા નો નમૂનો
  9. અરજદાર ના રેશન કાર્ડ ની નકલ
  10. અરજદાર દીકરી ના નામ ની બેન્ક પાસબુક
  11.  

વ્હાલી દીકરી યોજના માં ફોર્મ ભરવા ની તમામ પ્રક્રિયા

 

વ્હાલી દીકરી યોજના માં ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે અરજી કરી શકાય છે

ઉપર આપ્યા મુજબ તમામ ડોક્યુમેટ ત્યાર કરી ને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગામના VCE ( વિલેજ કોંપ્યુટર ઓપરેટેર ) પાસે ફોર્મ ભરી શકાય છે

શહેરી વિસ્તારમાં રહેતા હોય તેમણે તાલુકા કચેરી અથવા જિલ્લા કચેરી માં જઈ ને પણ ફોર્મ ભરવી શકે છે.

આ ફોર્મ CSC સેન્ટર ચલાવનાર વ્યક્તિ પણ ભરી આપે છે.

વહાલી દીકરી યોજના માં દરેક વ્યક્તિ ફોર્મ ભરી શકતા નથી. ઉપર આપેલ ઓથોરીટી જ આ ફોર્મ ભરી આપે છે.

ઉપર જણાવેલ જગ્યા માં ફોર્મ ભર્યા બાદ 1,2 મહિના માં તમારી અરજી મંજૂર થાય છે.

અરજી મંજૂર થયાબદ સરકાર દ્વારા એક પહોંચ આપવામાં  આવે છે.

તમને મળેલ પહોંચ તમારે ત્રણ હપ્તા મળે ત્યાં સુધી સાચવી ને રાખવા ની રહેશે

Over 6000+ Readers Get fresh content from Maru Gujarat Yojana

Web Designing

શું તમારે પણ તમારા વ્યવસાય માટે આવી આકર્ષક વેબસાઈટ બનાવવી છે ?. અને તમારો વ્યવસાય ઓનલાઈન વિકસાવવો છે ? તો આજેજ અમારી ટીમ નો સંપર્ક કરો અને બનાવો તમારા વ્યવસાય ને ઓનલાઈન. 

Graphic Design

તમારા વ્યવસાય માટે ફેસ્ટીવેલ બેનર,લોગો,બેનર, સોશિયલ મીડિયા પોસ્ટ વગેરે બનાવી આપીશું. 

Card And Kankotri

આપના શુભ પ્રસંગે ભોજન આમંત્રણ કાર્ડ તેમજ કંકોત્રી બનાવી આપીશું. હોલસેલ ભાવે જ મળી રહેશ. આ માટે તમે તમારા ફોન દ્વારા જ ડેમો જોઈ શકો છો. અને ઘરે બેઠા જ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.