દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ચાલવવામાં આવતી માનવ કલ્યાણ યોજના દ્વારા લાખો શ્રમિકો તેમજ કારીગરો ને સહાય પૂરી પાડવા માં આવે છે. તે જ રીતે આ વર્ષે એટલે કે 2024 માં પણ વધુ માં વધુ લાભાર્થી યોજના નો લાભ લે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવા ના ચાલુ થઈ ગયેલ છે. વધુ વિગતો નીચે આપેલ છે.
Table of Contents
Toggle૨૫૦૦૦ સુધી ની ફ્રી સાધન સહાય
જરૂરી માહિતી | વિગત |
---|---|
માનવ કલ્યાણ યોજના | ગુજરાત સરકાર |
મળવા પાત્ર સહાય | ૨૫૦૦૦ સુધી ની સાધન સહાય |
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ | ૩૧/૦૮/૨૦૨૪ |
ઓફિસિયલ જાહેરાત | e-kutir.gujarat.gov.in |
કોણ આ યોજના માં ફોર્મ ભરી શકે
આ યોજના માં ફોર્મ ભરવા માટે ૧૮ થી ૬૦ વર્ષ ની ઉમર મર્યાદા હોવી જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે
મળવા પાત્ર ટૂલકીટસ ના નામ
ક્રમ | ટૂલકીટસનું નામ |
---|---|
૧ | દૂધ દહી વેચનાર |
૨ | ભરત કામ |
૩ | બ્યુટી પાર્લર |
૪ | પાપડ બનાવનાર |
૫ | વાહન સર્વિસીગ અને રિપેરિંગ |
૬ | પ્લંબર |
૭ | સેન્ટિંગ કામ |
૮ | ઇલેકટ્રીક એપ્લાયૅન્સીસ રીપેરીંગ |
૯ | અથાણા બનાવટ |
૧૦ | પંચર કિટ |
આટલા ટ્રેડમાં સાધન સહાય આપવા માં આવશે. તો જરૂર યોજના નો વધુ માં વધું લાભ લેશો અને અન્ય લોકો ને શેર કરશો.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
૦૧ – ફોટો
૦૨ – આધાર કાર્ડ
૦૩ – રેશન કાર્ડ
૦૪ – ઇ શ્રમ કાર્ડ
૦૫ – આવક નો દાખલો
૦૬ – જાતી નો દાખલો
ઘરે બેઠા જ ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરો
ફોર્મ ભરવા માટે અમારા વૉટ્સઅપ પર અમારો સંપર્ક કરશો.